એલસીબી ટીમે બિયરનો જંગી જથ્થો, ટ્રક, માટી સહિત ૩૩.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે રાજસ્થાનથી માટીની આડમાં બિયરનો જંગી જથ્થો મોરબીમાં ઘુસાડવામાં આવતો હોવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે, જેમાં ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસેથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૨,૨૫૬ નો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે ટ્રક, બિયરનો જથ્થો, માટી, એક મોબાઇલ સહિત ૩૩.૪૫ લાખના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલકની અટક કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર તથા મંગાવનાર આરોપી તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, એક ટાટા ટ્રક રજી. નં. આરજે-૧૪-જીએચ-૨૧૩૭ વાળી કચ્છ તરફથી મોરબી તરફ આવવા નીકળેલ છે અને હાલે આ ટ્રક જે માળીયા પાસે આવેલ આરામ હોટલની સામે રોડની સાઇડમાં પડેલ છે તેમાં રાજસ્થાનથી આવતી માટીની બોરીઓની આડમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોકકસ હકિકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબનો ટ્રક ટ્રેલર મળી આવતા તેની તલાસી લેતા તેમાંથી બિયરના ૨,૨૫૬ નંગ ટીન કિ.રૂ.૨,૮૨,૦૦૦/-મળી આવ્યા હતા. આ સાથે ટ્રક ચાલક આરોપી ટીકારામ પોખરમલ વર્મા ઉવ.૩૪ રહે.હાલ અગલોઇ તા.ખંડેલા જી.શીખર(રાજસ્થાન)વાળાની અટક કરી હતી, ત્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં માલ મોકલનાર તથા મંગાવનાર રોહિત નામના આરોપીની કબુલાત આપી હતી જેથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો, એલસીબી પોલીસે બિયરનો જથ્થો, ટ્રક ટ્રેઇલર, ૩૫.૭૪ ટન માટી, મોબાઇલ સહિત કિ.રૂ.૩૩,૪૫,૧૬૬/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેર કર્યું છે કે આરોપીઓ દારૂ ઘુસાડવા અંગે ખાસ પધ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, જેમાં તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રકમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ હોય.