મોરબીમાં અતિ ચકચારી બનાવમાં આખરે બે ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાજકોટની પરિણીતાને જન્મદિવસની પાર્ટી માટે મોરબીની હોટલમાં બોલાવી ઠંડપીણામાં કેફી પ્રવાહી પીવડાવી તેની ઉપર હોટલના રૂમમાં પરિણીતાની મરજી વિરુદ્ધ વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ પળોના ફોટા વિડીઓ વાઇરલ કરવાની ધમકી આપી બે આરોપી પૈકી એક આરોપીએ પરિણીતા સાથે અનેકો વાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી શારીરિક અને માનસિક યાતના આપી હોય, ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર દ્વારા અરજી કરી હોય ત્યારબાદ અનેકો વખત રજૂઆતને અંતે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટની પીડિત પરિણીતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી જયદીપ ડાભી તથા નિતેષ ભટ્ટ નામના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ભોગ બનનાર પરિણીતાને તેના જન્મદિવસ નિમિતે પાર્ટી આપવાના બહાને મોરબીના રફાળેશ્વર નજીક હોટલમાં બોલાવવામાં આવે છે જ્યાં પરિણીતાને ઠંડાપીણામાં કેફી પ્રવાહી પીવડાવી હોટલના રૂમમાં લઈ જઈ પરિણીતા સાથે હેવાનીયત આચરવામાં આવી હતી. જેમાં બંને આરોપીઓએ પરિણીતાની અર્ધ-બેભાન અવસ્થાનો લાભ લઇ વારાફરતી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ આટલેથી પૂર્ણ ન કરી પરિણીતાને તેની ૮ વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી તથા હોટલમાં ગુજારવામાં આવેલ બળાત્કારના ફોટો વિડીઓ વાયરલ કરવાની ધમકીઓ આપી અનેકો વાર પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે આખરે કંટાળી પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હતી, જે બાદ તાલુકા પોલીસે ગઈકાલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.