મોરબી ડાયમંડનગરમાં આજુબાજુની સાત શાળાના વિદ્યાર્થીઓ આવ્યા પરીક્ષા આપવા
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના બાળકોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે,ગર્વમેન્ટ જોબ રિકૃમેન્ટનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થાય એ માટે કોમન એંટર્સ ટેસ્ટ,નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશિપ NMMS પરીક્ષા પ્રાથમિક લેવલથી આપતા થાય અને મોરબી જિલ્લાનું સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે નિઃશુલ્ક વર્ગો અને માર્ગદર્શન સેમિનાર શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં ચલાવવામાં આવે છે.
જેથી વિદ્યાર્થીઓને NMMS પરીક્ષાની સારામાં સારી પૂર્વ તૈયારી કરી શકે,મોરબી તાલુકામાં આંબાવાડી,જેતપર ડાયમંડનગર (આમરણ) બાજીરાજબા કન્યા તાલુકા શાળા નંબર:-2,મહેન્દ્રનગર, વગેરે શાળાઓમાં NMMS ના કોચિંગ કલાસ ચાલે છે,જેમાં આજુબાજુની અનેક શાળાઓના બાળકો શનિ,રવિવારે ક્લાસમાં આવે છે, આજ રોજ આ તમામ કેન્દ્રો પર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં તાલુકા કક્ષાએ 180 પ્રશ્નોનું પેપર તૈયાર કરવામાં આવ્યું હતું જેના વિદ્યાર્થીઓએ ત્રણ કલાકમાં OMR સીટમાં જવાબ લખવાના હતા.ડાયમંડનગર ખાતે આમરણ તા.શાળા,ડાયમંડનગર,બાદનપર, ધૂળકોટ,નવા બેલા,જીવાપર, કેરાળી વગેરે ગામના વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપવા આવ્યા હતા. ડાયમંડનગર ખાતેના વર્ગમાં જયસુખભાઈ કાસુંદ્રા,શૈલેષભાઈ નાઘેરા,દિલીપભાઈ જાદવફોફરિયા,ગોવિંદભાઇ જારીયા તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે,વર્ગના સંચાલક અને વ્યવસ્થાપક તરીકે ડાયમંડનગર શાળાના આચાર્ય હિતેશભાઈ ગાંભવા અને સીઆરસી કો.ઓર્ડીનેટર ભરતભાઈ જસમત ભાઈ ઢેઢી ખુબજ સરસ આયોજન અને વ્યવસ્થાપન સાંભળી રહ્યા છે.આજની આ મોક ટેસ્ટમાં ડાયમંડનગર ખાતે દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીએ મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.