મોરબીના મકનસર(પ્રેમજીનગર) ગામે રહેતા જયશ્રીબેન કિશનભાઇ જોષી ઉવ.૨૨ એ ગઈકાલ તા.૦૮/૦૨ના રોજ પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ તેમના પતિ કિશનભાઈ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, હાલ મૃત્યુના બનાવની તપાસમાં મૃતક જયશ્રીબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.