વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નોંધાયેલ કેસના આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર થતા વાંકાનેર તાલુજ પોલીસ ટીમ દ્વારા આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં વાંરવાર ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના થઈ હોય જે અનુસંધાને વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડીએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હોય જે અંતર્ગત અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી યાસીનભાઈ સમા રાજકોટવાળાના જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકની ટીમ દ્વારા આરોપી યાસીનભાઈ રહીમભાઈ સમા ઉવ.૩૧ રહે.રાજકોટ દુધની ડેરી પાસે વાળાની રાજકોટ ખાતેથી અટક કરી પાસા એક્ટ હેઠળ લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.