હળવદ: હળવદ-વેગડવાવ રોડ ઉપર અકસ્માતની ઘટનામાં પુરપાટ ગતિએ આવતી કારે સામેથી આવતા બે બાઇકને એકીસાથે હડફેટે લઈ ગિજારો અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હળવદ તાલુકાના માનસર ગામે રહેતા નટવરગીરી શીવગીરી ગોસાઈ ઉવ.૫૦ એ કાર રજી.નં. જીજે-૦૧-કેજે-૫૫૦૨ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૨૯/૦૧ના રોજ સાંજના સમયે ફરીયાદીના દિકરા મહેશગીરી તેનુ એક્ટીવા જીજે-૩૬-એએચ-૯૫૩૪વાળુ લઇ ઇશનપુર થી હળવદ આવતા હતા અને તેમની પાછળ બીજા મોટર સાયકલમા સાહેદ રતિલાલભાઇ વાલજીભાઇ પરમાર રહે.હળવદ વાળા પોતાનુ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એચએચ-૭૨૮૪ વાળુ લઇને હળવદ તરફ આવતા હતા તે વખતે હળવદ-વેગડવાવ રોડ ઉપર હળવદ તરફથી એક કારના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચલાવી આવી સામેથી આવતા બન્ને મોટરસાયકલ સાથે ભટકાડતા ફરીયાદીના દિકરાને માથાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય મોટર સાયકલ ચાલક રતિલાલભાઈને શરીરે ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.