Wednesday, February 12, 2025
HomeGujaratહળવદના સુંદરગઢ ગામે પોલીસને જોઈને બે બુટલેગર બિયર તથા બે મોટર સાયકલ...

હળવદના સુંદરગઢ ગામે પોલીસને જોઈને બે બુટલેગર બિયર તથા બે મોટર સાયકલ મૂકીને નાસી ગયા.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી ત્યારે રેઇડ દરમિયાન બે બુટલેગરો પોલીસને જોઈને બે મોટર સાયકલ તથા બિયરના ૧૮૦ નંગ ટીન મૂકીને નાસી ગયા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને ફરાર દર્શાવી ગુનો નોંધી, આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસને બાતમી મળેલ કે તાલુકાના સુંદરગઢ ગામે રમણીકભાઇ ઉર્ફે બુધો અવચરભાઇ શીપરા અને કરશનભાઇ ચંદુભાઇ બહાપીયા બન્ને રહે.ગામ સુંદરગઢ તા.હળવદવાળા પોતાના આર્થિક ફાયદા માટે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે પોલીસે સુંદરગઢ ગામે રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન પોલીસને જોઈ બંને આરોપીઓ પોતાના હવાલાવાળા યામાહા મોટર સાયકલ રજી નં. જીજે-૩૬-એજી-૩૨૩૨ GJ 36 AG 3232 જેની કિ.રૂ ૫૦ હજાર તથા સ્પેલન્ડર મોટર સાયકલ રજી નં. જીજે-૩૬-એચ-૩૧૩૧ જેની કિ.રૂ ૩૦ હજાર તેમજ બડવાઇઝર મગનુમ બીયર ટીન નંગ-૧૮૦ કિ.રૂ.૨૩૫૮૦/- સહિત કુલ કિ.રૂ.૧,૦૩,૫૮૦/- નો મુદામાલ સ્થળ ઉપર મુકી નાશી ગયા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!