મોરબીના શનાળા રોડ ખાતે મહેશ હોટલ બાજુમાં ધર્મેન્દ્ર પ્લાઝાના પાંચમા માળે સાત રૂમ ધરાવતા નેક્સેસ લક્ઝરીયર્સ નામના સ્પામાં ચાલતા કુટણખાનાનો સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, આ સાથે પોલીસે ઉપરોક્ત સ્પામાં રેઇડ કરી ભાગીદારીમાં ચલાવતા સ્પાના બે સંચાલક આરોપીની રોકડ, પાંચ મોબાઇલ તથા શરીર સુખ માણવા ઉપયોગમાં લેવાતા સાધન-સામગ્રી સહિત કિ.રૂ.૧.૩૫ લાખના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝાના પાંચમા માળે આરોપી જયદીપ મકવાણા અને નિશ્ચલ ભીમાણી દુકાન ભાડે રાખી તેમાં નેક્સેસ લક્ઝરીયર્સ નામના મસાજ સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ચલાવતા હોય જેથી તુરંત ઉપરોક્ત સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યા બાદ રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન સ્પામાં અલગ અલગ સાત રૂમમાં બહારથી મહિલાઓને કામે રાખી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સુખ સુવિધા પૂરી પડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, આ સાથે ભાગીદારીમાં ચાલતા સ્પાના બે સંચાલક આરોપી જયદીપભાઇ હમીરભાઇ મકવાણા ઉવ.૨૧ રહે.મોરબી ઉમા ટાઉનશીપ પાછળ ભારતી વિધાલયની સામે મુળરહે. મોણપુર તા.શીતલ જી.અમરેલી તથા આરોપી નિશ્ચલભાઇ મહેશભાઈ ભીમાણી ઉવ.૩૮ રહે. મોરબી શનાળા રોડ સ્કાય મોલની સામે રામનગરવાળા બંનેની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસની રેઇડ દરમિયાન સ્થળ ઉપથી રોકડા રૂ.૨૦,૫૦૦/- , પાંચ નંગ મોબાઇલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- તથા અન્ય સાધન સામગ્રી સહિત કુલ કિ.રૂ.૧,૩૫,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.