મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી સામે આવેલ રેલ્વે ટ્રેક ઉપર પસાર થઈ રહેલ ડેમુ ટ્રેઈન હડફેટે મૂળ મધ્યપ્રદેશના ૨૬ વર્ષીય આશાસ્પદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના ત્રિકામગઢ જીલ્લાના ખૈરા ગામના વતની હાલ રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ મેપ્સ લેબોરેટરીમાં રહેતા ૨૬ વર્ષીય સુનીલકુમાર સંતોષરાય ગઈકાલ તા.૦૯/૦૨ના રોજ રફાળેશ્વર જી.આઈ.ડી.સી સામે, રેલ્વે ઇલેક્ટ્રીક થાંભલા નં.૧૭/૧૪ થી ૧૭/૧૫ ની વચ્ચેના ભાગે, વાંકાનેર-મોરબી રેલ્વે ટ્રેકની ઉપર આવતી ડેમુ ટ્રેઈન હડફેટે આવી કપાઈ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે મકનસર રેલ્વે સ્ટેશન માસ્ટર સંતોષકુમાર સૈની પાસેથી તાલુકા પોલીસ ટીમે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.