Tuesday, February 11, 2025
HomeGujaratમોરબીની મચ્છુ ૨ અને ૩ સિંચાઇ યોજનામાં કમાંડ વિસ્તાર વધારવા રજૂઆત:કામગીરી નહિ...

મોરબીની મચ્છુ ૨ અને ૩ સિંચાઇ યોજનામાં કમાંડ વિસ્તાર વધારવા રજૂઆત:કામગીરી નહિ કરાય તો આંદોલનની ચીમકી

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્રલખી મોરબી જીલ્લાનો માળિયા તાલુકો સિંચાઈની સુવિધાથી વંચિત છે. તેથી મોરબી જીલ્લાની મચ્છુ ૨ તેમજ મચ્છુ ૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા માટેની માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ ૨ તેમજ મચ્છુ ૩ આવેલી છે. તેમાં મચ્છુ ૨ માં પહેલાથી જ કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે. તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરવામાં આવી છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલ ને મોટી કરીને કમાન્ડ વિસ્તારમાં વધારો થઇ શકે તેમ હોવાથી વધારો કરવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે પાક વાવેતરમાં ફેરફાર આવ્યો છે. પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝન માં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં રાયડો જેવા પાકોનું વાવેતર કરવામાં આવતું હતું . હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી ખેતરો ખાલી ન રહેતા હોય વાવેતર ઓછું થાય છે. તેમજ રવિ પાકમાં ઝીરુંના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે. અને ચાલુ કેનાલ ની સ્થિતિ જોતા કમાન્ડ વિસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાચાવદરડા, તરધરી અને મોટા દહીસર ના ઘણા ખેતરોમાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર થયેલ છે. જે લોકો મચ્છુ – ૨ કેનાલ ના વધારમાં પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેઓને પાણી મળેલ પણ છે. એટલે પાણીની ઘટ નથી તે તો પાકું છે. સરકારને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરોમાં થયેલ પાકની સિંચાઈ શુક્લની આવક થતી નથી. જો કમાન્ડ વધારવામાં આવે તો સરકાર ને પણ આવક થાય અને ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી ફાયદો થાય છે. તેમને પાકા ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે. પોતાનો પાક સુવિધાને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. જેથી ગામડાઓ માંથી ખેડૂતોનું પલાયન અટકશે અને વંચિત છે તેમને સિંચાઈનો લાભ મળશે. તેથી વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં વધારો કરવામાં આવે નહીતર મોરબીમાંથી પસાર થતી કેનાલને કવર કરી દેવા આવશે તો પછી તેમાં કઈ પણ સુધારો કરી શકાશે નહિ. તેથી કેનાલ ઉપર સ્લેબનું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામને અગ્રતા આપીને કમાન્ડ વધારવા માંગણી કરાઈ છે. જો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!