Tuesday, April 22, 2025
HomeGujaratયંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યને રાષ્ટ્રીય પરિષદમાં લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યને રાષ્ટ્રીય પરિષદમાં લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા “પ્રયાસ” નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મોરબીના સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતાં યંગ ઈન્ડિયા ગ્રૂપ ની “લોહી માં છે માનવતા” મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સન્માન બદલ મોરબી યંગ ઇન્ડિયાના ગ્રુપ મેમ્બરો દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા…

- Advertisement -
- Advertisement -

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા “પ્રયાસ” નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી. જેમા દેશના ખૂણે ખૂણેથી રક્તદાન મુહિમ ચલાવનાર સંસ્થાના લોકોએ હાજરી આપી હતી. જે પરિષદ થેલેશેમિયા બીમારી ને કેમ અટકાવવી ? તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડે છે. ? અને આ બાબતે કેમ સુધારો લાવી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જે સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ પરિષદમાં ભાગ લીધો હતો. આ બાબતે ૧૦ મહાનુભવો lની ખાસ પેનલ બનાવવામાં આવી હતીm જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે. જે પરિષદમાં મોરબીની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતાં યંગ ઈન્ડિયા ગ્રૂપ ની “લોહી માં છે માનવતા” મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટર ડો. દેવેનભાઇ રબારી એ ગ્રૂપ ની રક્તદાન મુહિમ “લોહી માં છે માનવતા” માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો જે કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!