ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા તાલુકાના જોધપર નજીક જોધપર-રોહિશાળા રોડ ઉપર પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલ ઇસમને રોકી તેની તલાસી લેતા બાચકામાંથી વિદેશી દારૂ ગોવા સ્પિરિટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કીની પ્લાસ્ટિકની ૭ નંગ બોટલ કિ.રૂ.૨,૧૦૦/- સાથે આરોપી અનશુભાઈ વરસીંગભાઈ મેડા ઉવ-૪૪ રહેહાલ-જોધપર ગામની સીમમાં પ્રવીણભાઇ પટેલની વાડીએ તા-ટંકારા મૂળરહે.ખલતા ગરબડી ગામ દુમકા તા.ધાનપુર જી.દાહોદવાળાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ટંકારા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.