મોરબીના રેલ્વે સ્ટેશન નજીક રોડ ઉપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૧૯૯૮ લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક યુવકને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રોકી તેની અંગ ઝડતી લેતા યુવકે પેન્ટના નેફામાં છુપાવેલી વિદેશી દારૂ મેકડોવેલ્સની એક બોટલ કિ.રૂ.૬૪૧/-મળી આવી હતી, આથી પોલીસે તુરંત આરોપી નવાઝ ફારૂકભાઈ કટીયા ઉવ.૧૯ રહે. ગુલાબનગર વાળાની વિદેશી દારૂ તથા મોટર સાયકલ સહિત રૂ.૫૦,૬૪૧/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.