મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોર અંકુશ શાખા દ્વારા હાલમાં મોરબી શહેરી વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તારીખ ૦૧/૦૨ થી ૦૬/૦૨ દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાંથી ૪૬ રખડતા ઢોર પકડીને યદુનંદન ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.
મોરબી શહેરના તમામ પશુપાલકોને પોતાની માલિકીના ઢોર માલિકીની જગ્યામાં બાંધીને રાખવા માટે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









