મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રેનબસેરા ખાતે રીડયુઝ, રિસાયકલ અને રીયુઝ સેન્ટર/ RRR Center ની શરૂઆત કરવામાં આવી છે. RRR Center ખાતે મોરબી મહાનગરપાલિકા સ્ટાફ, રોટરી ક્લબ, ઇન્ડિયન લાયન્સ કલબ અને શહેરના નાગરિકો દ્વારા અંદાજિત ૫૫ જોડી કપડાં, ૧૫ નંગ રમકડાં, ૨ નંગ બુટ-ચપ્પલ તેમજ ૩ નંગ બુક્સનું ડોનેશન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરના જરૂરિયાતમંદ વ્યક્તિઓ RRR Center નો સંપર્ક કરીને દાનમાં આવેલ વસ્તુઓ મેળવી શકશે. નગરજનોને RRR Center ખાતે તેમના જુના કપડાં, પુસ્તકો, રમકડાં તેમજ બુટ-ચપ્પલનું દાન કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.