મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ વી દવે, જગદીશભાઈ બાંભણિયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા વગેરે સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી બજેટ 2025- 26 માં મહિલાઓ, વિધવા તેમજ વૃદ્ધ વિકલાંગોની વેદના સાંભળી ગુજરાતની મહિલાઓને વિધવા પેન્શન વધારવા માટેની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતની મહિલાઓને ન્યાય આપવા માટે સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા વિગેરે દ્વારા વિધવા પેન્શનમાં વધારો કરવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે ભયંકર મોંઘવારીમાં ઘર સંસાર ચલાવવા માટે મહિલાઓને મહિને મળતાં રૂ. ૧૨૫૦/- ની સામે વધારો કરી માસીક રૂા. ૪૦૦૦/- વિધવા પેન્સન ચૂકવવા તેમજ વૃધ્ધ અને વિકલાંગના ૧૦૦૦/- છે તેના ૨૫૦૦/- રૂપિયા નવા બજેટમા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તેં માટે મુખ્યમંત્રી સાથે મોરબીના કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના દુલભજીભાઈ દેથરીયા, વાંકાનેરના જીતુભાઇ સોમાણી અને હળવદના પ્રકાશભાઇ વરમોર, સાંસદ વિનોદભાઈ ચાવડા, પરસોતમભાઈ રૂપાલા સાંસદ, ચંદુભાઈ સીહોરા- હળવદ સુરેન્દ્રનગર અને જીલ્લાના દરેક ધારાસભ્યઓને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેથી સાંસદમાં બીલ રજુ કરવા સમયે અવાજ ઉઠાવવામાં આવે તેવી સાંસદ સભ્ય પાસે માંગ કરાઈ છે. તેમજ દરેક ગરીબ – વિધવાબેન – વૃધ્ધ નિરાધાર- વિકલાંગને પુરતુ પેન્શન મળે અને ટાઈમે મળે તેવા હેતુ સાથે મોરબીના સામાજીક કાર્યકરો દ્રારા રજુઆત કરવામા આવી છે. અન્ય રાજ્યમાં પેન્શનમાં વધારે છે ત્યારે ગુજરાતમાં પણ પેન્શનમાં વધારો કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સુરદાસ વિકલાંગના લાભમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ બી.પી.એલ. હોય તો જ તમને પેન્સન મળે તેમ કહે છે તો સુરદાસ અને વિકલાંગ બી.પી. એલ કયાં કઢાવવા જાય ? તેમજ બી.પી.એલ પ્રથા બંધ છે તો સુરદાસ અને વિકલાંગોને બી.પી.એલ ન હોય તો પણ પેન્શન મળવુ જોઇએ તેવી પણ માંગ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.