રાજય કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન- 2024/25 નું GCERT – ગાંધીનગર તથા NCERT – ન્યુ દિલ્લી દ્વારા આયોજન તા. 02/02/2025 થી તા.05/02/2025 નાં રોજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ વલસાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી શાળાની પ્રથમ વિભાગમાં ઝોન કક્ષાએ પસંદગી થતાં ગામના સરપંચ દ્વારા તમામ શાળા પરિવારને અભીનંદન પાઠવવામાં આવ્યા છે…
રાજય કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન- 2024/25 નું GCERT – ગાંધીનગર તથા NCERT – ન્યુ દિલ્લી દ્વારા આયોજન તા. 02/02/2025 થી તા.05/02/2025 નાં રોજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ વલસાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજય કક્ષાએ પ્રાથમિક, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક તમામ ઝોનમાંથી પસંદ થયેલ કૃતિઓનો બાલ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શ્રી હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી શાળાની પ્રથમ વિભાગમાં ઝોન કક્ષાએ પસંદગી થઈ હતી. જે કૃતિ રાજય કક્ષાએ પહોંચી હતી. આ તકે શાળાના આચાર્ય રોહિતભાઈ મુછારા પ્રેરિત (સ્માર્ટ ડસ્ટબિન), કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લીધેલ ધો. 10 ના સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન બંને બાળ વૈજ્ઞાનિકો તેમજ કૃતિના માર્ગદર્શક એવા શાળાના જ્ઞાન સહાયક બહેન સંધ્યાબેન વરમોરાએ શાળા અને ટંકારા તાલુકા તેમજ મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઝોન કક્ષાનાં તમામ જિલ્લામાંથી પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાંથી ટંકારા તાલુકામાંથી એકમાત્ર શાળા શ્રી હાઇસ્કુલ હરબટીયાળીની પસંદગી થવા બદલ તથા રાજ્યકક્ષાએ પહોંચવાં બદલ હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન ડી. સંઘાણીએ તમામ શાળા પરિવારને અભીનંદન પાઠવ્યા હતા.