Indian Lioness club morbi દ્વારા તા. ૧૪/૦૨/૨૦૨૫ વેલેન્ટાઈન ડે ના દિવસે વેલેન્ટાઇન ડે દિવસ મનાવવાને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ ભારત માતાનું પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ ગીતની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ ફી ભરી રજીસ્ટ્રેશન કરી સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. જેમાં વિજેતાઓને પ્રથમ નંબરને રૂ. ૧૫૦૧, દ્વિતીય નંબરને ૧૦૦૧ અને તૃતીય નંબરને ૫૦૧ રોકડ ઈનામ આપવામાં આવશે. જે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટર કરવા માટે કલબમાં મેમ્બરના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
Indian Lioness club morbi દ્વારા તા. ૧૪/૦૨/૨૦૨૫ વેલેન્ટાઈન ડે ના દિવસે વેલેન્ટાઇન ડે દિવસ મનાવવાને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ ભારત માતાનું પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ ગીતની હરીફાઈનું આયોજન તા.૧૪/૦૨/૨૦૨૪ ને બપોરે ૦૩:૩૦ વાગ્યે સંસ્કાર ઇમેજીંગ સેન્ટર શનાળા રોડ GIDC પાસે કરવામાં આવ્યું છે. જે હરીફાઈમાં મોરબીના કોઈપણ બાળકોઝ બહેનો અને ભાઈઓ ભાગ લઈ શકશે. જેમાં બે ગ્રુપ ૧૮ વર્ષથી નાના અને ૧૮ વર્ષથી મોટી ઉંમરના તેમ રહેશે. જે સ્પર્ધામાં વિજેતાઓને ક્લબ દ્વારા પ્રથમ નંબર ૧૫૦૧, દ્વિતીય નંબર ૧૦૦૧ અને તૃતીય નંબર આવનારને ૫૦૧ રોકડ ઇનામ આપવામાં આવશે. જે હરિફાઈમાં ભાગ લેનાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે જેના માટે રૂ. ૧૦૦ ફી રાખવામાં આવી છે. જે સ્પર્ધામાં ગુજરાતી કે હિન્દી ગમે તે ભાષામાં ગીત ગાઈ શકાશે જેના માટે ૩ મિનિટનો સમય રહેશે, દરેક સ્પર્ધકે કે પોતાનું કરાઓકે સોંગ ડાઉનલોડ કરીને આવવાનું રહેશે. અને સ્પર્ધામાં જજનો નિર્ણય આખરી રહેશે. તેમ જણાવી પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી મોરબીના સર્વે નાગરિકોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. જે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટેના નંબર
શોભનાબા ઝાલા મોબાઇલ નં. 9979329837, પ્રીતિબેન દેસાઈ 9328970499, મયુરીબેન કોટેચા 9275951954, હીનાબેન પંડ્યા 9978928999, ઈલાબેન દોશી 9825231338, મનિષાબેન ગણાત્રા 8238282420 ના પર સંપર્ક કરી શકાશે.