કુલ 16 ટિમો એ ભાગ લીધો હતો બે ગુર્પમાં યોજાઈ હતી સ્પર્ધા
મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા તા. 8 અને 9 ફેબ્રુઆરી બે દિવસ ગુરૂકુલ મહાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ જિલ્લા કક્ષાની આઠ ટીમો અને અને ગ્રામીણની આઠ ટીમો એમ બે કેટેગરીમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં પડધરીની ટિમ વિજેતા બની હતી. જ્યારે ઉમા બી-મોરબી ટિમ રનર્સ અપ રહી હતી.જ્યારે ગ્રામીણ ટુર્નામેન્ટમાં બગથળાની ટિમ વિજેતા બની હતી. જ્યારે મહર્ષિ દયાનંદ – ટંકારા ટિમ રનર્સ અપ રહી હતી.વિજેતા જાહેર થયેલી ટિમનુ આગામી શિવરાત્રીના બોધ ઉત્સવ માં સન્માનિત કરવામાં આવશે.
આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ ટંકારા ખાતે શિવરાત્રીના પર્વ પુર્વે રાત્રી વોલિબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગત રાત્રીના જીલ્લાની અને ગ્રામિણની એમ બે અલગ અલગ કેટેગરી હેઠળ કુલ 16 ટિમોએ ભાગ લીધો હતો જેમા જીલ્લામાં પડધરી, ઉમા-8મોરબી,એકલવ્ય ધાગધ્રા, ટેક્નિકલ સુરેન્દ્રનગર, ઉમા-A મોરબી, વેલેન્સીયા ગુર્પ રાજકોટ, ગાંધીધામ અને જામનગર ટિમો વચ્ચે રમત જામી હતી જેમા ક્વાર્ટર ફાઈનલ સેમી ફાઈનલ બાદ ફાઈનલ માં પડધરી ટિમે બાજી મારી હતી અને ઉમા-8 મોરબી રનર્સ અપ રહી હતી એવી રીતે ગ્રામ્ય ટિમોમાં બગથરા, દયાનંદ ટંકારા, શક્તિચોક મોરબી, રાજપર, ગાયત્રી નગર ટંકારા, વાકીયા, ગોકુલ-મથુરા મોરબી, અને રામેશ્વર મોરબી વચ્ચે રિતસર રસાકસી ભરી મેચ જોવા મળી હતી મહાલય નુ ગ્રાઉન્ડ દર્શકોથી ભરાઈ ગયું હતું અને ભારે ઉત્સાહ સાથે રોમાન્સ જોવા મળ્યો હતો અંતે બગથરા ટિમે બાજી મારી મહર્ષિ દયાનંદ ટંકારા ટિમને હરાવીને વિજેતા બની હતી.
આગામી 24-25-26 ફેબ્રુઆરી ના ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ માં ગુજરાતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આ ટિમને સન્માનિત કરવામાં આવશે ઉપરાંત આગામી બોધોત્સવ અંતર્ગત ઓપન મેરેથોન દોડ અને અનેકવિધ કાર્યક્રમો નું આયોજન પણ આર્ય સમાજ અને મહાલય સયૂકત ઉપક્રમે કરવામા આવ્યુ છે.