વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મીલ સોસાયટીમાં જુગાર અંગેની રેઇડ કરી હતી. જે રેઇડ દરમિયાન પાંચ ઈસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હોય, પોલીસે જુગારની મહેફિલ માણતા આરોપી વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા ઉવ.૫૫ રહે.રહે.મીલ સોસાયટી રેલ્વે સ્ટેશન પાસે વાંકાનેર, બ્રિજપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૬ રહે.રહે. મીલ સોસાયટી રેલ્વે સ્ટેશન પાસે વાંકાનેર, મહેશભાઈ કરશનભાઈ ચાવડા ઉવ.૩૮ રહે.રહે. વીશીપરા વાંકાનેર, વિક્રમપરી ઈશ્વરપરી ગૌસ્વામી ઉવ.૫૮ રહે.રહે. હસનપર ગામ તા વાંકાનેર તથા ઇબ્રાહીમભાઈ અલ્લારખાભાઇ હાલા ઉવ.૬૦ રહે.મીલ સોસાયટી રેલ્વે સ્ટેશન પાસે વાંકાનેરવાળાને રોકડા રૂ.૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતા, આ સાથે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.