વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના રહેવાસી રમેશભાઇ જદુરામભાઇ રાઠોડ એ ગઈકાલ તા. ૧૧/૦૨ ના રોજ સાંજે બ્રહ્મસમાજ સોસાયટી નજીક વાંકાનેર-રાજકોટ રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેઈન હેઠળ કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કરી લેતા રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્ટર પ્રણવકુમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.