માળીયા(મી) તાલુકાના દેરાળા ગામે ચાર માસ અગાઉ લગ્ન થયેલ પરિણીતાએ ઝેરી દવા પી લેતા ઝેરી અસર થતા પ્રથમ મોરબી બાદ ગોંડલ ત્યાંથી વધુ સારવારમાં મધ્યપ્રદેશ લઈ જતા ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસ મથકથી માળીયા(મી) પોલીસ મથક ખાતે ઇમેઇલ દ્વારા જાણ કરતા અ.મોત રજીસ્ટર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના દેરાળા ગામે ભરતભાઇ શેરસીયાના મકાનમા રહેતા મુળ બડગાવ બારીયા ફળિયૂ થાણા ચંદ્રશેખર આઝાદ નગર જી-અલીરાજપુર (એમ.પી.)ના વતની નરશાબેન સંજયભાઇ બારીયા ઉવ.૧૮ નામની પરિણીતાએ ગઈ તા.૦૨/૦૨ ના રોજ ભરતભાઇ શેરસીયાના મકાને કોઇ કારણોસર ઝેરી દવા પી જતા, ઝેરી અસર થતા પરિવારજનો દ્વારા પ્રથમ સારવાર મોરબી સીવીલ હોસ્પીટલમા બેભાન હાલતમા લઇ વધુ સારવાર અર્થે સુખાપલા હોસ્પીટલ (શ્રી.જી.હોસ્પીટલ ગોંડલ) ખાતે બેભાન હાલતમા સારવાર અર્થે લઇ ગયેલ બાદ જ્યાંથી વધુ સારવાર અર્થે મધ્યપ્રદેશ લઇ જતા જ્યાં તા.૦૬/૦૨ના રોજ ચંદ્રશેખર આઝાદનગરના ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી નરશાબેનને મરણ ગયેલ જાહેર કરેલ. હાલ મધ્યપ્રદેશ પોલીસ ચોકી દ્વારા મરણ જનારનો લગ્ન સમયગાળો ચાર માસનો હોય અને સંયુક્ત કુટુંબમા રહેતા હોય તેમ ઇમેઇલ દ્વારા પ્રાથમિક વિગતો મળતા માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.