મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક શખ્સને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ત્રણ બોટલ મળી આવી હતી. જેથી તુરંત આરોપી જશમતભાઇ કાળુભાઇ ઇન્દરીયા ઉવ-૧૯ રહે. કુંભારીયા તા. માળીયા(મી) વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તાલુકા પોલીસે કુલ કિ.રૂ. ૧,૭૦૪/-નો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.