છરી, ધોકા, ઢીકાપાટુની મારમારીમાં બંને પક્ષના કુલ સાત લોકો થયા ઘાયલ.
મોરબીના વીસીપરા વિસ્તારમાં પાડોશી મહિલાઓ વચ્ચે કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી ઝઘડો થયો હોય જે બાબતે બંને પક્ષો દ્વારા સમાધાન માટે સમજાવવા ભેગા થયા હતા, ત્યારે વધુ ઉગ્ર બોલાચાલીમાં વાત વણસી હતી અને બંને પક્ષો દ્વારા મારામારી શરૂ થઈ હતી ત્યારે સામ સામી મારા મારીમાં છરી, ધોકા તથા ઢીકાપાટુ દ્વારા બંને પક્ષોના સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોચતા સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારે બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પરિમલ સ્કૂલની બાજુમાં રહેતા અશોકભાઈ ઉર્ફે બાબો દિનેશભાઇ બાબરીયા ઉવ.૧૯ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાહુલભાઈ ભુપતભાઇ, વિનોદભાઈ વડલખીયા, રવિભાઈ ચંદુભાઈ, વિરુ ખવાસ તથા અજાણ્યા બે ઈસમો તમામ રહે. મોરબીવાળા એમ કુલ ૬ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે પડોશમાં રહેતા ફાઈબાની દીકરી સાથે આરોપી વિનોદભાઈની પત્નીને બોલાચાલી ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ઉપરોક્ત આરોપી રાહુલભાઈ, વિનોદભાઈ અને રવિભાઈ ફરિયાદી અશોકભાઈની ઘરે આવી તેમના પિતા તથા ભાઈ સાથે ત્રણેય આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરતા હોઇ જે ને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાય જઈ અશોકભાઈ તથા તેમના બહેન સંજનાબેનને ઢીકાપાટુનો માર મારેલ અને બાદ પડોશમાં રહેતા વેલજીભાઇ અને વિજયભાઈ વચ્ચે પડી છોડાવતા આરોપીઓ જતા રહેલ અને થોડીવાર બાદ આરોપી રાહુલ તેની સાથે અન્ય ત્રણ આરોપીઓ બાઇક લઈને આવીને ફરીયાદી તથા વેલજીભાઈ તથા વિજયભાઈને છરી તથા ધોકાના ધા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી, ગાળોબોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. બાદ ઇજાગ્રસ્ત ફરિયાદી સહિત ચારેય લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે સામાપક્ષે નોંધાવેલ વળતી ફરિયાદની મળતી વિગતો અનુસાર, ફરિયાદી રવિભાઈ ચંદુભાઈ વડેલખીયાએ આરોપી વિમાલભાઈ દિનેશભાઇ બાબરીયા, અશોકભાઈ દિનેશભાઇ બાબરીયા તથા શૈલેષભાઇ બાબરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ, ફરીયાદી રવિભાઈ તથા રાહુલ ભુપતભાઈ ડુમાણીયા અને તેનો મિત્ર ત્રણેય જણા તેના કાકી દક્ષાબેનને તેના પાડોશી સાથે બોલાચાલી થયેલ જે બાબતે સમજાવા જતા બોલાચાલી ઉગ્ર થતા ઉપરોક્ત ત્રણેય આરોપી આવી ગયેલ અને લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે આડેધડ માર મારી ફરિયાદીને પગમાં ફ્રેકચર તથા સાથેના બંનેને મૂંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી ત્યારે ફરિયાદી સહિત ત્રણેય લોકોએ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
હાલ સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદને લઈને કુલ નવ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાનાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.