પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર સહિત આગેવાનો દ્વારા અભિનંદન વર્ષા
મિશન નવભારત (ગુજરાત) ના મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી કરવામાં આવી છે. તેમની નિમણૂકને લઈને મિશન નવભારતના પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર તથા અન્ય આગેવાનો દ્વારા તેમને હર્ષભેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
મિશન નવભારત (ગુજરાત) સંસ્થાના મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી કરવામાં આવતા મોરબી જીલ્લામાં હર્ષનું મોજું ફેલાયું છે. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર સહિત અનેક આગેવાનો અને સમર્થકો દ્વારા તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
આ અવસરે મિશન નવભારતના સ્થાનિક અને પ્રદેશ સ્તરના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા રામભાઈ જીલરીયાને અભિનંદન પાઠવી તેમના આવનારા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.