વિદેશી દારૂનો જથ્થો સપ્લાયર કરનારનું નામ ખુલતા કુલ બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે લીલપે કેનાલ રોડ ઉપર આવેલ વાડી-વિસ્તારના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૭૨ ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર વાવડી રોડ ખાતે વાડી-વિસ્તારમાં રહેતા શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીગમા હોય દરમ્યાન હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજાને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી ભાંડીયાની વાડી વિસ્તારમાં રહેતો મુકેશભાઇ નકુમ પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં ઈગ્લીસ દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. જે હકિકત આધારે એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાને રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૭૨ બોટલ કિ.રૂ.૪૮,૬૫૬/- સાથે આરોપી મુકેશભાઇ લખમણભાઇ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીવાળાની અટક કરવામાં આવી હતી. બીજીબાજુ પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂ આપનાર ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે.મોરબી વાવડી રોડ હદાણીની વાડીવાળાના નામની કબુલાત આપતા એ ડિવિઝન પોલીસે તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.