મોરબીના મહાવીરસિંહ એ. જાડેજા અને નૈમીશ કોઠારી એ મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરને પત્ર લખી ઔધોગિક વિવાદની ધારાની કલમ ૨૫(એચ) મુજબ નવી ભરતી સમયે નોકરી પર રાખવા બાબતે રજૂઆત કરાઈ છે.મોરબી મહાનગર પાલિકા દ્વારા ૧૩૦૦ કર્મચારીઓની જગ્યા ભરવાની જાહેરાત કરાતા અજરદાર દ્વારા પત્ર લખી જુના કર્મચારીઓને કામે રાખવા બાબતે રજૂઆત કરાઈ છે.
મોરબી નગરપાલીકામાં વર્ષ ૧૯૯૬ થી ફરજ બજાવતા કર્મચારીઓને નગરપાલીકા દ્વારા વર્ષ ૧૯૯૮માં નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર રીતે છુટા કરતા ફરિયાદીએ પ્રથમ ઔદ્યોગીક વિવાદધારાની કલમ ૩૩(એ) હેઠળ ફરીયાદ કરી હતી. પરંતું તે ફરીયાદ વર્ષ ૨૦૧૨ માં નીકળી જતા નામદાર લેબરકોર્ટ સમક્ષ રેફ. એલ.સી.આર ૧૬૫/૨૦૧૨ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં નામદાર કોર્ટ સમક્ષ ચાલી જતા નામદાર લેબર કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી નગરપાલીકા દ્વારા અરજદારને છુટા કરવાનું પગલું ગેરકાયદેસરનું ગણાવીને અરજદારને ફરી નોકરીમાં પુનઃસ્થાપીત કરવાનો હુકમ કર્યો છે. જે સામે નગરપાલીકા હાલ નામદાર હાઇકોર્ટ સમક્ષ એસ.સી.એ દાખલ કરી છે જેમાં કોઈ મનાઈ હુકમ આપેલ નથી. તેમજ હાલમાં અરજદારને જાણ થઈ કે મોરબી મહાનગરપાલીકા માં કુલ ૧૩૦૦ કર્મચારીઓની જગ્યા ભરવાની છે તે માટે ડેપ્યુટી કમિશ્નર દ્વારા પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે જેથી ઔદ્યોગીક વિવાદ ધારા ની કલમ ૨૫ (એચ) મુજબ જયારે સંસ્થા દ્વારા નવા કર્મચારીને કામે રાખવામાં આવતા હોય ત્યારે તે સંસ્થાના છુટા કરાયેલ જુના કર્મચારીઓને નોકરીમાં ફરી રાખવા અંગે પ્રાથમીકતા આપવી જોઇએ. તેવું કલમમાં પ્રસ્થાપિત કર્યું છે તેથી આમ અજરદાર નગરપાલીકાના જુના કર્મચારી હોય તેમજ નામદાર કોર્ટ દ્વારા ફરી પુનઃસ્થાપિત કરવા તેવો હુકમ કર્યો છે અને હાલ મહાનગરપાલીકા નવા કર્મચારીઓની જરૂરત હોય તેથી યોગ્ય પોષ્ટ પર ફરી કામપર રાખવા વિનંતી કરવામાં આવી છે.