મોરબી મનપા બન્યા બાદ વિવાદમાં આવવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે જેમાં મનપા કચેરીના પટાંગણમાં ૪૦૦ જેટલી સિમેન્ટ ના બેગ પથ્થર બની ચૂકી છે અને પ્રજા ના રૂપિયા નું પાણી નહીં પણ પથ્થર બની ચૂક્યા છે.
મોરબી મનપા કચેરીના પટાંગણ માં પડેલ ૪૦૦ જેટલી બેગ છેલ્લા ઘણા સમયથી પડી રહેતા પથ્થર બની ચૂકી છે અને હવે આ સિમેન્ટ કોઈ જ ઉપયોગમાં લઈ શકાય નહીં તેવી સ્થિતિ થઈ ચૂકી છે ત્યારે આ મુદો જાહેર થતા મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરે હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક તપાસ સ્મિતિ ની રચના કરવામાં.આવી છે ને આગામી તા.૨૫ સુધીમાં રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે જેમાં આ સિમેન્ટ કયા કામ માટે લેવામાં આવી હતી અને શા માટે નથી ઉપયોગ થયો જેવા અનેક મુદે તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારો વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું છે પરંતુ કડક કાર્યવાહીથી પત્થર બની ચૂકેલી સિમેન્ટ ફરીથી પોતાના મૂળ સ્વરૂપે તો નહીં આવી જાય,પ્રજાના રૂપિયા નો બગાડ થયો છે રૂપિયા પણ જવાબદારો પાસેથી વસૂલવામાં આવે તો જ ખરી રીતે કડક કાર્યવાહી થઈ કહેવાય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.