મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ મોમાઈ ડેરીની બાજુમાં રહેણાંક મકાનમાં એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૨૨ નંગ બોટલ કબ્જે લીધી હતી દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલોસે તેને ફરાર દર્શાવી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે કાલિકા પ્લોટ વિસ્તારમાં મોમાઈ ડેરીની બાજુમાં ભુપેન્દ્રભાઈ વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા ઈંગ્લીશ દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૨૨ નંગ બોટલ કિ.રૂ.૬,૬૦૦/-મળી આવી હતી જ્યારે આરોપી ભુપેન્દ્રભાઈ જયસુખભાઈ વાઘેલા રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર જાહેર કર્યો હતો. હાલ પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.