મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન શહેરના વીસીપરા અમરેલી રોડ ઉપર અનિલભાઈ મોરવાળીયાના ઈટ્ટુ બનાવવાના ભઠ્ઠાએ તપાસ અર્થે ગયા હોય ત્યારે આ ઈટ્ટુનો ભઠ્ઠો અન્ય વ્યક્તિને ભાડે આપ્યો હોવાનું તેમજ આ બાબતની માહિતી સંબંધિત પોલીસ મથકમાં આપી ન હોવાનું સામે આવતા ઈટ્ટુ બનાવવાના ભઠ્ઠાના માલીક અનિલભાઈ લધુભાઈ મોરવાળીયા ઉવ.૪૦ રહે. મોરબીના અમરેલી ગામવાળા વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.