માલ આપનાર મહિલા બુટલેગરનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ.
મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના લાલપર ગામ નજીક લખધીરપુર રોડ ઉપર વોચમાં હોય તે દરમિયાન નંબર પ્લેટ વગરના સફેદ એકટીવા મોપેડ ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ૫૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ સાથે એકટીવા ચાલક આરોપી ફિરોઝભાઈ ગુલામભાઈ કુરેશી ઉવ.૪૬ રહે. મોરબી-૨ સો ઓરડી વરીયાનગર શેરી નં.૪ વાળાની અટક કરી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો મહિલા આરોપી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ મીયાણા રહે. મોરબી-૨ માળીયા વાનાળીયા સોસાયટી વાળી પાસેથી વેચાણ અર્થે લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે મહિલા આરોપીને ફરાર દર્શાવી દેશી દારૂ, એકટીવા તેમજ એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ. ૪૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.