મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદ જીલ્લાના તળાય ફળીયાના વતની હાલ ટંકારા તાલુકાના મિતાણા વાલાસણ રોડ ઉપર આવેલ હરકાંતભાઈ ગજેરાની વાડીએ રહેતા ખેત-શ્રમિક દિતીયાભાઈ હિમરાજભાઈ ભુરીયા ઉવ.૩૨ એ ટંકારા પોલીસ મથકમાં પોતાના ચોરી થયેલ બાઇક અંગે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી દિતીયાભાઈએ ગઈ તા. ૦૫/૦૨ના રોજ પોતાનું યામાહા કંપનીનુ એફ.ઝેડ.એસ. મેટ ડાર્ક ગ્રે લીફ ગ્રીન કલરનુ મોટર સાયકલ રજી.નં.જીજે-૨૦-બીએચ-૮૭૬૭ વાળુ મિતાણા વાલાસણ રોડ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ પાર્ક કર્યું હતું જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોય, ત્યારે પ્રથમ ઇ એફઆઈઆર બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.