મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી વીસીપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડયો છે. બાતમીના આધારે ઇસમને પકડી પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના અન્વયે તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતગર્ત એન.એ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, સર્વેલેન્સ સ્ટાફ વીશીપરા વિસ્તારમાં કો.ના.રા. પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ કોટા અને સજપાલસિંહ જાડેજાને સંયુકત બાતમી મળી કે, મોરબી વીસીપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસે એક ઇસમ જેને મરૂન કલરનો શર્ટ અને ભુરા કલરનું જેકેટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે જે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે રાખીને ફરી રહ્યો છે. જે બાતમીના આધારે તે જગ્યાએ જઈ તપાસ તેવી જ વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા ૨૧ વર્ષીય ઇરફાનભાઇ રહિમભાઇ સુમર મોરબી વાળા પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક ૧ નંગ કિંમત રૂ.૨૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એ.ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલભાઈ લાવડિયા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, વિપુલભાઇ બાલસરા, ભાવેશભાઇ કોટા, રાજપાલસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, દેવાયતભાઇ રાઠોડ તેમજ પ્રિયંકાબેન પૈજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.