Sunday, April 13, 2025
HomeGujaratવિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર શિકલીગર ગેંગનાના ત્રણ આરોપીને પકડી...

વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર શિકલીગર ગેંગનાના ત્રણ આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શિકલીગર ગેંગના ત્રણ આરોપીને પકડી પાડયા છે. મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પહેલાં પકડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા દ્વારા મોરબી જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુના અટકાવવા માટે તેમજ ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક પકડી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ને જરૂરી સુચના આપી હતી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમારને જરૂરી માર્ગદશન આપ્યું હતું. જે અંતર્ગત એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો કામગીરી કરતી હતી તે દરમિયાન મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેંગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને વિશેષ પુછપરછ અર્થે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી સમીતસિંહ સોનારસિંગ ટકરાના/શિખ શીકલીગર, હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા/શિખ શીકલીગર અને બલવીરસિંગ પ્રેમસિંગ કલાની/શિખ શીખલીગર

ત્રણેય મધ્યપ્રદેશ રાજ્યના વતની શા માટે આવ્યા હતા. તેની પૂછપરછ કરી તેઓના ગુનાહીત ઇતીહાસ બાબતે ઇ-ગુજકોપ તથા ICCS મારફતે ખરાઇ કરાતા ત્રણેય સભ્યો મધ્યપ્રદેશ,દિલ્હી, છતીસગઢ તથા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાઇ ચુકેલ હોવાનુ તેમજ અમુક ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ દીવસના સમયે રેકી કરી બંધ મકાનને રાત્રીના સમયે ટાર્ગેટ કરી ધરફોડ ચોરીઓ કરવાની એમ.ઓ.ધરાવતા હોય તેમજ તેઓ ત્રણેય ઘણા બધા ચોરીઓના ગુનામાં પકડાયેલ તેમજ પકડવાના બાકી હોવાની વિગત સામે આવી હતી. ત્યારે આજ રોજ મોરબી રણછોડનગર વિસ્તારમાં દિવસના રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરનાર હોવાની હકીકત જણાવતા ત્રણેય ઇસમોને બી.એન.એસ.એસ.ની કલમ ૧૨૮ મુજબ જરૂરી અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. જેમાં સમિતસિંહ સોનારસિંગ ટકરા વિરૂદ્ધ ૧૨, હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા વિરૂદ્ધ ૦૩ અને બલવીરસિંગ કલાની વિરૂદ્ધ ૦૨ ગુન્હા દાખલ થયેલ છે. તેમજ પકડવાના બાકી આરોપીઓ વિરૂદ્ધ મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર પોલીસનો સંપર્ક કરી તેઓને આ બાબતની જાણ કરી હતી.

જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એસ.આઈ.પટેલ, વી.એન.પરમાર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!