આજે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતગર્ત મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર નગરપાલિકા,માળીયા મી.તાલુકા પંચાયતની સરવડ બેઠક ને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપૂર બેઠક પર પણ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે.
જેમાં હળવદ નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો ,વાંકાનેરમાં સાત વોર્ડની 28 બેઠકોમાંથી 13 બેઠકો બિનહરીફ બાકીની 15 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે.હળવદમાં કુલ 30 મતદાન મથકો પર 27471 મતદારો મતદાન કરશે જ્યારે વાંકાનેરમાં કુલ 22 મતદાન મથકો પર 22372 મતદારો મતદાન કરશે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમજ હળવદ અને વાંકાનેરમાં મતદાનની ધીમી શરૂઆત જોવા મળી છે સાંજ સુધી મતદાન ચાલુ રહશે ત્યાર બાદ પરમદિવસે એટલે કે તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજી પરિણામો જાહેર કરવામાં આવશે.