મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ચલાવવામાં આવતા જુગારના અખાડા ઉપર તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા છ જુગારીને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં આરોપી મકાન માલીક બળવંતભાઇ ઉર્ફે બબુભાઇ નાનજીભાઇ દેત્રોજા, રમેશભાઇ ઉર્ફે લલીતભાઇ નાનજીભાઇ બાડધા, ગોરધનભાઈ અમરશીભાઈ કગથરા, ધવલભાઇ નાનજીભાઇ અઘારા, કિશોરભાઇ રૂગનાથભાઇ અઘારા રહે. મોડપર ગામ તેમજ આરોપી ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા હાલરહે.ગોંડલ મૂળ મોડપરવાળાને રોકડા રૂ.૩૧,૩૦૦/- તથા પાંચ નંગ મોબાઈલ કિ.૨૫ હજાર સહિત ૫૬,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.