રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનામાં ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અજાક ગામ ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપીએ ૦૬/૦૧/૨૦૨૫ થી ૨૦/૦૧/૨૦૨૫ એમ કુલ ૧૪ દિવસના ફર્લો રજા મેળવી જેલ મુક્ત થઈ આરોપી તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહિ થતાં પાકા કામના કેદી ફરાર થઈ જતાં તેને ખાનગી બાતમીના આધારે પકડી પાડ્યો છે.
અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સુચના આપી હતી. જે અંતર્ગત એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.આઇ. પટેલ, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા સ્ટાફના માણસો કામગીરી કરવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા, PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળી કે, કેશોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૦૮/૨૦૧૨ આઇ.પી.સી.કલમ-૩૦૨ વિ. મુજબના ગુન્હાના પાકા કામનો ૬૫ વર્ષીય આરોપી હમીરભાઇ રાજાભાઇ બાંભણીયા મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના પત્ર જા.નં.જયુડી.ફરલ/૩/૧૦૨૩૦/૨૦૨૪ તા.૨૪/૧૨/૨૦૨૪ ના આદેશાનુસાર તા.૦૬/૦૧/૨૦૨૫ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી દિન-૧૪ ની ફર્લો રજા મેળવી જેલ મુકત થયો હતો. જે આરોપીને તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર નહિ થતાં ફરાર થયો છે. જે કેદીને ખાનગી બાતમી આધારે તા.૧૫/૦૨/૨૫ ના રોજ અજાક ગામ માંગરોળ તાલુકા ખાતેથી પકડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન. પરમાર, એસ.આઇ.પટેલ, બી.ડી.ભટ્ટ એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.