મોરબીની ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જેસ્વીએ શાળામાં નાની ભાગવત ગીતા આપી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
જેસ્વીના જન્મ દિવસ નિમિતે શાળાના સ્ટાફ ને ભાગવત ગીતા આપવામાં આવી હતી તેમજ વિધાર્થીઓને સ્ટેશનરી કીટ આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આજ રોજ શાળામાં નોકરી કરતા વંદનાબેન દેસાઈની પુત્રી જેસ્વીનો જન્મ દિવસ હતા. જે ઉજવણીના ભાગરૂપે શાળાના સ્ટાફને ભાગવત ગીતા અને તેના વર્ગના બાળકોને સ્ટેશનરી કીટ આપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જન્મ દિવસની ઉજવણી સાદગી તેમજ કેક વિના હિન્દુ સંસ્કૃતિ મુજબ ભવ્ય રીતે ઉજવી ગીતાનું પુસ્તક આપી ઉજવણી કરી હતી જે બદલ તેમને શાળા પરિવાર અને સગા સંબંધીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.