વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોતીવાડા ગામની સીમમાં ૧૯ વર્ષીય એક યુવતીની બળાત્કાર તથા હત્યા થયેલી લાશ મળી આવી હતી. જે બનાવમાં પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીને વાપી રેલ્વે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો. જે આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપીએ કરેલ કુલ ૧૯ ગુનાઓની વિગતો તપાસમાં મેળવી નામદાર કોર્ટમાં ૪૧૮૩ પાનાની ચાર્જસીટમાં રજુ કરવામાં આવી છે.
વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોતીવાડા ગામની સીમમાં ૧૯ વર્ષીય એક યુવતીની બળાત્કાર તથા હત્યા થયેલી લાશ મળી આવી હતી. જે બાબતે પારડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૩૮૨૪૪૧૬૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૬૪(૧). ૬૬, મુજબનો અજાણ્યા આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરતા તપાસ શરૂ કરાઈ હતી. જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ વિકાસ સહાય(IPS) પોલીસ મહાનિર્દેશક, મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સુચનાથી, પ્રેમ વીર સિંગ (IPS) પોલીસ મહાનીરીક્ષક, સુરત વિભાગ સુરતના માર્ગદર્શન આધારે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા(IPS) જાતેથી સ્થળ ઉપર આવી સમગ્ર ઘટનાક્રમનો જાતેથી અભ્યાસ કરી વલસાડ જીલ્લાના ૪ નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાંચ, પોલીસ ઇન્સ્પેકટર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, સાયબર ક્રાઇમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના ૧૦ થી વધુ પોલીસ ઇન્સ્પેકટરોની અલગ અલગ ટીમોની રચના કરી ગંભીર ગુનામાં અજાણ્યા ઇસમને શોધી તાત્કાલીક ધરપકડ કરવા માટે સુચના મળતાં આયોજન પુર્વક કામગીરીની વહેચણી કરવામાં આવી હતી. ઘટના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક બનેલ હોય અલગ અલગ ટીમો દ્વારા વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર, બાંદ્રા તથા દાદર સુધીના સી.સી.ટી.વી ફુટેજો ચેક કરવામાં આવ્યા હતાં. તેમજ આસપાસના વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવેલ સી.સી.ટી.વી માં દેખાતા સંકાસ્પદ ઇશમ બાબતે અલગ અલગ જેલોમાં તપાસ કરી ક્રાઇમ હિસ્ટરી ચેક કરવામાં આવી હતી. વર્કઆઉટના આધારે મળેલ બાતમી આધારે ગત તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ ગુનાના આરોપી ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિરઈશ્વર જાટ રહે, ગામ – મોખરા, જી.રોહતક હરીયાણાને વાપી રેલ્વે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો. જે આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કર્યાની કબુલાત કરી હતી. સાથે સાથે આ ગુના ઉપરાંત આવા જ પ્રકારના લુટ, બળાત્કાર અને હત્યાના કુલ ૦૭ ગુના અલગ અલગ રાજ્યોમાં કરેલ હોવાની કબુલાત આપી હતી. તેથી આરોપી વણશોધાયેલ ગુન્હાનો તેમજ આરોપી રીઢો ગુનેગાર હોવાથી આરોપીને સખતમાં સખત દાખલારૂપ સજા થાય તે માટે કરનરાજ વાઘેલા પોલીસ અધિક્ષક વલસાડ નાઓ દ્વારા વલસાડ જીલ્લાના ચુંનદા અધિકારીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં DYSP એ.કે.વર્મા વલસાડ વિભાગના અઘ્યક્ષ સ્થાને DYSP બી.એન.દવે વાપી, PI જી. આર.ગઢવી પારડી પોલીસ સ્ટેશન, PI ઉત્સવ બારોટ એલ.સી.બી. વલસાડ, PI એ. યુ. રોઝ, એસ. ઓ. જી. વલસાડ, PI જે.કે.રાઠોડ વાપી ટાઉન પોલીસ સ્ટેશ અને ડી. ડી.પરમાર વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા આરોપીના રીમાન્ડ મેળવી મુખ્યત્વે ફોરેન્સીક નિષ્ણાંતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામુ, આરોપીને સાથે રાખી ઘટનાનુ રીકંસ્ટ્રકશન પંચનામુ, આરોપીના કપડા તથા મોબાઇલ ફોન કબ્જે કર્યાનું પંચનામુ, આરોપી તથા ભોગબનનારની મેડીકલ તપાસણી, ગુનાને લગતા CCTV ફુટેજ, મોબાઇલની કોલ ડીટેઇલ તથા મોબાઇલની ફોરેન્સીક તપાસણી તપાસ દરમ્યાન મળી આવેલ મુદ્દામાલની ફોરેન્સીક તપાસ, સાહેબો દ્વારા આરોપીની એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ, આરોપીના CCTV ફુટેજ આધારે ફેસ એનાલીસીસ ફોરેન્સીક નિષ્ણાત મારફતે કરાવવામાં આવી છે. આરોપીએ કરેલ કુલ ૧૯ ગુનાઓની વિગતો તપાસમાં મેળવી ચાર્જસીટમાં સામેલ રાખી છે.. આમ, સ્પેશ્યલ ઇન્વીસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીના વિરુધ્ધમાં ફોરેન્સીક, સાયન્ટીફીક, મેડીકલ, ટેક્નીકલ, સાંયોગીક, તેમજ કાયદાકીય તમામ પ્રકારના પુરાવાઓ એકત્રીત કરી તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ આરોપીના વિરુધ્ધમાં નામદાર કોર્ટમાં ૪૧૮૩ પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી છે.