ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે ગુલામભાઈ બાદીની વાડીએ રહેતા રમેશભાઇ ધુલીયાભાઇ બામણીયા ઉવ-૧૯ મૂળ મધ્યપ્રદેશના નેહતડા ગામ વાળા પોતાના હવાલાવાળુ મો.સા નંબર જીજે-૧૦-એએસ-૯૧૨૩ વાળુ ત્રણ સવારી લઈને નીકળતા સજનપર ગામ થી હડમતીયા તરફના રોડ કેનાલ થી આગળ વળાંક નહી વળતા રોડની સાઇડની કપચીમાં સ્લીપ ખાઇ રોડ સાઇનના લોખંડ્ના બોર્ડ સાથે ભટકાઇ જતા ઢસડાઇને જમીન પર પડતા રમેશભાઈને માથામા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પીટલમા લઈ જતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી રમેશભાઈને મરણ ગયેલ જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.