મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટભાઈ બાબુભાઇ થરેશા ઉવ.૨૫ નામના યુવકે ગઈ તા.૧૨/૦૨ ના રોજ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવતા યુવકના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસની ટૂંકી સારવારને અંતે ગઈકાલ તા.૧૬/૦૨ના રોજ કિરીટભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.