મોરબી તાલુકા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે તાલુકાના ખાખરાળા ગામે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની ૫૮ બોટલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે વિદેશી દારૂ તથા એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે તાલુકાના ખાખરળા ગામના સામળાભાઇ કુષ્ણભાઇ બાળાના વંરડામાં એક ઇસમ ઇગ્લીશ દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરતો હોય જે બાતમીને આધારે ઉપરોજત સ્થળે રેઇડ કરતા ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૫૮ કિં.રૂ. ૩૮,૮૧૦/- તથા એક મોબાઇલ કીરૂ ૫,૦૦૦/- એમ કુલ ૪૩,૮૧૦/-ના મદ્દામાલ સાથે આરોપી કાનજીભાઇ દેવદાનભાઇ બાળા ઉવ-૨૬ રહે. ખાખરાળા તા-જી મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. તાલુકા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.