મોરબી તાલુકાના ઘુંટુ ગામથી મહેન્દ્રનગર રોડ ઉપર ઈંગ્લીશ દારૂની બે બોટલ લઈને નીકળેલ ૫૦ વર્ષીય પ્રૌઢને તાલુકા પોલીસ દ્વારા રંગેહાથ પકડી લેવાયા છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઘુંટુ ગામથી મહેન્દ્રનગર રોડ ઉપર ધર્મસિધ્ધિ સોસાયટી નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ વ્યક્તિની તલાસી લેતા તેના પાસેથી ઈંગ્લીશ દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૨ નંગ બોટલ મળી આવી હતી. જેથી તાલુકા પોલીસે તુરંત આરોપી નારાયણભાઇ હિરાભાઇ સાગઠીયા ઉવ.૫૦ હાલ રહે.રામનગરી ઘુંટુ ગામની સીમ મોરબી મુળરહે.પાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાની અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.