માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાખરેચી ગામના જુના બસ સ્ટેન્ડ નજીક નોટબુકમાં વર્લી ફિચર્સના જુદા જુદા આંકડાઓ લખીને નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા અવચરભાઈ હમીરભાઈ ધામેચા ઉવ.૪૧ રહે.ખાખરેચી ગામવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા ૩૭૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.