મોરબીના પંચાસર રોડ ઉપર વૃષભ સોસાયટી ખાતે ઉમા ટાવરના પાંચમે માળે પ૦૧ માં રહેતા ઉર્મીલાબેન નીતીનભાઇ અઘારા ઉવ.૪૫ નામના મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડિત હતા ત્યારે આ બીમારીને લઈને કંટાળી જઈ ગઈ તા.૧૯/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાનના પાંચમા માળના ધાબેથી નીચે પડતું મૂકતા, ઉર્મિલાબેનને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવને લઈને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.