વર્તમાન સમયમાં યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છેે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમના પેડલરોની જાળમાં ફસાઈને સરળ શિકાર બને છે. આથી ભાંગ, ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ, હેરોઇન, કોકેઇન,સિન્થેટીક ડ્રગ્સ, એલએસડી જેવા નાસાથી વિધાર્થીઓને દૂર રાખવા માટે SOG ટીમના સહયોગથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ડ્રગ્સ અને નશા વિરોધી સેમિનાર યોજાયો હતો.
આજરોજ મોરબીની પી.જી પટેલ કોલેજમાં મોરબી SOG ટીમના સહયોગથી ડ્રગના દૂષણ વિરોધી સેમિનાર અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી SOG PSI એમ.એસ.અંસારી, ASI ફારુકભાઈ પટેલ અને ASI કિશોરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી SOG ટીમ દ્વારા PPT Presentation દ્વારા ડ્રગ્સ અને નશાની આડ અસરો, ડ્રગ્સના દૂષણથી કેમ બચવું અને ડ્રગ્સના દૂષણથી અન્યને કેમ બચાવવા તે અંગે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ સેમિનારમાં જોડાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર પી.જી.પટેલ કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા SOG ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.