માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે લીસ્ટેડ બુટલેગરની દારૂ ઉતારવાની જગ્યાએથી ૩૫૦ લીટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૪ હજાર લીટર ઠંડો આથાનો જથ્થો ઝડપી લેવાયો, આ સાથે અગાઉ પકડાયેલ બુટલેગર આરોપી રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા આરોપીને વોન્ટેડ જાહેર કરી માળીયા(મી) પોલીસે આગળની તપાસ ચલાવી છે.
માળીયા(મી)ના અજીયાસર ગામે ૪૩૫૦ લીટર ઠંડો આથો,દેશી દારૂનો જથ્થો ઝડપાયો, લીસ્ટેડ બુટલેગર ફરાર.
માળીયા(મી)પોલીસ ટીમે તાલુકાના અંજીયાસર ગામની સીમમાં પ્રોહીબીશન કેસમાં અગાઉ પકડાયેલ સમીર મોવર રહે.અંજીયાસર વાળાની દેશીદારૂ ઉતારવાવાળી જગ્યાએ રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ કિ.રૂ.૧.૭૦ લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે આરોપી સમીર હનીફભાઇ મોવર રેઇડ દરમિયાન સ્થસલ ઉપર હાજર મળી નહીં આવતા તેને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે આરોપીને પકડવા તપાસની ગતિવિધિ ગતિમાન કરી છે.