અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી કે આરોપી પોતાના ઘરમાંથી બનાવટી ગેર કાયદેસર પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેમાં આરોપી તેલના ડબ્બામાં વિદેશી દારૂનો જથ્થો લાવી અલગ ફ્લેવરની દારૂની બ્રાન્ડ પોતાના ઘરે બનાવી ડુપ્લીકેટ દારૂ નાની મોટી ૪૯ બોટલો, તેલના ડબ્બામાં ભરેલ ૧૫ લિટર વિદેશી દારૂ તેમજ મોબાઈલ સહિત કુલ કિંમત રૂ. ૧,૧૮,૩૮૩/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૦૧, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨, મદદનીશ પોલીસ કમિશ્નર “સી”ડીવીઝનની સુચનાથી સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ખાંભલા, સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર પી.વી.વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટ ડી.જી.ભાટીયા તેમજ સ્ટાફના માણસોની સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાનમાં સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રણજીતસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જાવેદખાન અખ્તરખાનને ખાનગી બાતમી મળી કે આરોપી રીકી બાબુલાલ ભંવરલાલ બરોલા (જૈન) રૈવતદાસ ખડકી, હલીમની પટ્ટી શાહપુર અમદાવાદ વાળો પોતાના ઘરમાંથી બનાવટી ગેર કાયદેસર પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી ૪૯ નંગ બોટલો, તેલના ડબ્બામાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ૧૫ લીટર મળી કુલ્લે કિંમત રૂ.૧,૧૩,૩૮૩/- નો વેચાણ કરવા માટે રાખી રેઈડ દરમ્યાન તથા દારૂની ખાલી બોટલો નંગ ૫૦, ૦૧ મોબાઈલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦/-, ૩૫૦ એમ.એલ. સહિત કુલ રૂ.૧,૧૮,૩૮૩/- ના મુદ્દામાલ સાથે રીકી બાબુલાલ ભરોલાની અટકાયત કરી શાહપુર પોલીસ સ્ટેશન પાર્ટસી ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૩૨૫૦૦૮૧/૨૦૨૫ ધી પ્રોહી એક્ટ કલમ- ધી પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી તેલના ડબ્બામાં વિદેશી દારૂનો જથ્થો લાવી અલગ ફ્લેવરની દારૂની બ્રાન્ડ પોતાના ઘરે બનાવી ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતો હતો.
જેમાં સિનીયર પોલીસ ઈન્સપેક્ટર પી.બી.ખાંભલા અને સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર પી.વી.વાઘેલાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. ભાટીયા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જાવેદખાન અખ્તરખાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર રામસંગભાઇ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રણજીતસિંહ, રાહુલભાઈ રમેશભાઈ અને રણછોડભાઈ નેથીજી દ્વારા કામગીરી કરવામાં આવી છે.