Monday, April 21, 2025
HomeGujaratશહેરની બહારથી આવતા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર:વાહન...

શહેરની બહારથી આવતા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર:વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

રાજ્યમાં અગામી તારીખ તા-૨૭/૦૨/૨૦૨૫ થી તા-૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે બાબતની માહિતી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. – હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.- એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે.- એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે તેમજ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!