મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધરમપુર ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગુન્હામાં મૃત્યુ પામનારના સસરા માધુભાઈ લાખાભાઈ ઉપસરીયા અને સાસુ લવિંગાબેન માધુભાઈ ઉપસરીયાના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે…
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદી ફરીયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન મરણજનારને આરોપીઓએ નાની નાની વાતમાં વાંક કાઢી માર મારી માનસીક તથા શારીરીક દુખ ત્રાસ આપી ઝધડો કરી લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ મેણા ટોણાં મારી માનસીક તથા શારીરીક દુખ ત્રાસ આપતા હોય તેમજ અવારનવાર માનસીક, શારીરીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેના ધરે ગળે ફાંસો ખાઈ લેતાં મૃત્યુ પામ્યા હતા..જેમાં આરોપીઓએ ગુનાહીત કૃત્ય કરી એકબીજાને મદદગારી કરતા કાયદેસર તપાસ કરવા ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ ખાતે બી.એન.એસ ની કલમ- ૧૦૮,૫૪,૮૫,૧૧૫(૨) તથા જી.પી. એકટની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી…જેમા આરોપી મૃત્યુ પામનારના સસરા માધુભાઈ લાખાભાઈ ઉપસરીયા તેમજ સાસુ લવીંગાબેન માધુભાઈ ઉપસરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરી નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો. જેમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયા હતા….